Shop Now (In your cart 0 items)

Tributes

મૈત્રીના સૂર્યને ક્યાંય રાત્રિ નથી.... | પ્રબોધ ર. જોશી (24/08/2012)

સુરેશભાઈ ગયા, જન્માષ્ટમીના દિવસે ગયા, ઢોલ-ત્રાંસાં-નગારાં-શંખનાદ અને જય કનૈયાના ઘોષ-પ્રતિઘોષ વચ્ચેજલસાપૂર્વકગયા. છેક સુધી વાતો કરતા રહ્યા અને પછી અહીંની ક્ષણને છોડી દીધી...

સુરેશભાઈ ખળખળ વહેતી નદી જેવા હતા, સાતત્યના માણસ, ઢોળાવના માણસ. અટકાવના નહિહૉટેલનો રૂમ ખાલી કરતાંશીર્ષકથી લખાયેલી મારી કવિતા વાંચી એમને તરત કોઈ અંગ્રેજી કવિ સાંભર્યાં જેમણે કહેલું કે મૃત્યુ એટલે એક રૂમમાંથી બીજા રૂમમાં ચાલ્યા જવું. કહેતા કેહું મહત્ત્વાકાંક્ષી માણસ છું. Even a peaceful death is my ambition’. એમનો પ્રિય શબ્દ હતોજીવન. અને કેવું? સહજતા અને સ્વાભાવિકતાથી ભર્યું ભર્યું. શું જીવનમાં કે શું મૃત્યુમાં સહજ અને સ્વાભાવિક રીતે પ્ર-વર્ત્યા. તબિયતની કાળજી લે અને લે તો આસપાસનાં સૌ લેવડાવે, પણ ઘણું ખરું આંતરિકજોસ્સાથી ચલાવે. -છૂટકે થોડા સમય પહેલાં હૉસ્પિટલ નિવાસ કરી આવેલા પણ ઝટ પાછા એમના નિયત ક્રમમાં ગોઠવાઈ ગયા ત્યારે જંપ્યા. ‘આજેઈમેજનથી ગયો, આજે તો ભાઈ રજા, એમ આનંદના પૂરા લહેકા સાથે કહે પણ એમના અવાજની પાછળ ડોકાતો વસવસો તમે સ્પષ્ટ જોઈ શકો. થોડાક દિવસમાં તો ફોન આવ્યો, અમદાવાદ આવીએ છીએ. એમને આવી તબિયતે પ્રવાસો ખેંચતા જોઈ ક્યારેક તો નકરું આશ્ચર્ય થાય! કોઈને દુભવવાનું એમના સ્વભાવમાં નહિ!

-ક્રિય રહેવું સુરેશભાઈનો સ્વભાવ હતો. સક્રિય હોય એટલે એમની આસપાસનું , ખાસ તોઈમેજનું તંત્ર પણ ધમધમતું લાગે. સંપાદન-પ્રકાશનની ઝીણી સૂઝ. ક્યારેક છક થઈ જવાય. મને પાછળથી ખબર પડેલી કે વિશ્વપ્રકાશનોનાં માત્ર અંતરંગ નહિ, બર્હિરંગ પણ બારીકાઈથી જોતા રહેતા. ...

સુરેશભાઈ વિશે લખતા રહેવાય પણ ક્યાંક તો એમની જેમ અટકવું પડશે. તો દૃશ્ય-અદૃશ્યની માયામાંથી મુક્ત થઈ જાણે કહી રહ્યા છે :

કોણ કહે છે કે હું અથીથી ચાલી જઈશ? ક્યારેક હું સૂર્યનું કિરણ થઈને વહેલી સવારે તમારી કાચની બારી પર ઝાકળભીના ફૂલના ટકોરા મારીશ. ક્યારેક સાંજને સમયે હું પાગલ હવાની જેમ તમને વીંટળાઈ વળીશ. ક્યારેક તમારા બગીચામાં તમે હીંચકે ઝૂલતા હશો ત્યારે એક ક્ષણ તમારી બાજુમાં તમને પણ ખબર પડે એમ ઝૂલી લઈશ. તમારો હીંચકો સહેજ ધીમો પડશે ત્યારે તમને હું જોયા કરીશ. તમારા બગીચાની મધુમાલતીની આંખે.

(આરસનાં જળ, 1996)

ઊંડા મૂળિયાંના માણસ | દીપક દોશી

સુરેશભાઈનેનવનીત સમર્પણના અનુસંધાનમાં એસ.એન.ડી.ટી.માં મળવાનું થયું હતું. પોતે સિગારેટના કશ ખેંચતાં કંઈક લખાવી રહ્યા છે એવું પ્રથમ સ્મરણ છે. સુરેશભાઈનું ઊર્જસ્વી વ્યક્તિત્વ આખા વાતાવરણને અસર કરતું. એમનો બોલાતો શબ્દ એમની ઊર્જાથી છલોછલ ભરેલો રહેતો એટલે હજારોની સંખ્યામાં ઊમટેલા પ્રેક્ષકોને ગણતરીની મિનિટોમાં પોતાના પ્રવાહમાં લાવી શકતા. સુરેશભાઈએ પ્રેક્ષકોને પોતાના ગણીને પોતાની વાત કરી છે. એટલે પ્રેક્ષકોએ પણ એમને પોતાના ગણ્યા. ચાહ્યા. કાવ્યની એક પાંખ તો હતી . સુરેશભાઈની ઊર્જા અન્યાયને પણ પારખી શકતી. એમાંથી એમણે હાસ્યની બીજી પાંખ બનાવી ને વધુ ઉપર ઊડ્યા.

એમની વહાલભરી ઊર્જામાં તણાવાનો આનંદ એમણે અનેકને આપ્યો છે. એમની મુલાકાતના સંદર્ભે મેં પૂછ્યું કે ઉંમરે આટલી ઊર્જા...તેનો તરત જવાબ આપ્યો: ‘હું અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવું છું. શરીર ભલે માંદું પડે પણ મનને માંદું પડવા દેતો નથી.’ જાત પાસે કઠોરતાથી કામ લેતા અને સ્વજનોમાં સ્નેહ પ્રસરાવતા.

સાહિત્ય દ્વારા માણસ માણસને સમજે છે, એના સંજોગો સમજે છે અને સમજ એને સમભાવયુક્ત સર્જક બનાવે છે. સુરેશભાઈએ સુવાસ પ્રસરાવી. એનું કારણ કે એમણે ચેતનાનાં વહેણને ધસમસતું રાખ્યું. શબ્દો ચોર્યા વગર શબ્દોની ઉજાણી કરી. એમની શોધ માત્ર શબ્દ પૂરતી મર્યાદિત નહોતી. શબ્દાતીતના સ્પર્શ માટે એમની તાલાવેલી હતી. અધ્યાત્મજગત સાથે એમનો ઊંડો નાતો હતો. એમનાં કાવ્યો જાણે કે જાત સાથેની વાત છે. એમાંથી સુરેશભાઈના મનને પામી શકાય છે.

સરસ્વતીના આસન સમાં પુસ્તકોને એમણે સૌંદર્યલક્ષી ગરિમા આપી. સૌંદર્યનો ગુલાલ અન્ય પ્રકાશકો ઉપર પણ ઊડ્યો. આજે પુસ્તકોની રળિયાત છબિમાં સુરેશભાઈનો હસતો ચહેરો જોઈ શકાય છે.

એમના જીવન વિશે એમના કાવ્યને ટાંકીને કહી શકાય:

મૂળિયાં ઊંડાં રે મારા ઝાડના
એણે બાંધ્યા સંબંધ ઠેઠ પ્હાડના.

કૃષ્ણ જન્માષ્ટમીને શુભ દિવસે એમણે ક્ષણમાં નશ્વરતાની વાડ ઠેકી અને શાશ્વતની દુનિયામાં ચાલ્યા ગયા. એમને સુરેશવિશેષદ્વારા ભારતીય વિદ્યા ભવન વતી ભાવભરી અંજલિ.

આવજો, સુરેશભાઈ | મધુરી કોટક – મૌલિક કોટક (27/08/2012)

વિખ્યાત સાહિત્યકાર સુરેશભાઈ દલાલની વિદાય સમગ્ર ગુજરાતી સાહિત્યજગતમાં ખાલીપો સર્જી જાય સમજી શકાય એવું છે, પરંતુ વર્ષોથી ચિત્રલેખાપરિવારના વડીલઆપ્તજન સમા હતા. પત્રકારત્વ ક્ષેત્રેચિત્રલેખાના સંઘર્ષથી લઈને સફળતાના સાક્ષી રહ્યા. માત્ર સાક્ષી નહીં, અમારી મૂંઝવણ વખતે પડખે ઊભા રહ્યા ને એક વડીલને છાજે રીતે માર્ગદર્શક બની રહ્યા. રીતેચિત્રલેખાની અનેક સફળતા પણ એમણે એક અચ્છા મિત્ર તરીકે ઉત્સાહભેર અમારી સાથે ઊજવી છે. હકીકતમાં વડીલ કરતાં ખભેખભા મિલાવનારા મિત્ર વધુ હતા.

છેલ્લા બે દાયકાથી એમનીઝલકકૉલમ દ્વારા એમણેચિત્રલેખાના લાખો વાચકોને પોતીકા બનાવી લીધા. ‘ચિત્રલેખાદ્વારા એમનુંઝલકસર્જન ગુજરાતી સાહિત્યમાં સીમાસ્તંભ બની ગયું છે વાત સાહિત્યરસિકો પણ બહુજ સહજતાથી સ્વીકારે છે.

આજે અહીંઆવજો, સુરેશભાઈ...’ કહેતાં મન ખિન્ન થઈ જાય છે... કુદરતના શિરસ્તા પ્રમાણે ભલે સુરેશભાઈની જીવનયાત્રા થંભી ગઈસર્જનયાત્રા થંભી ગઈ, પરંતુ એમની યાદ-સ્મૃતિ સદાય પમરતી રહેશે.

પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે. એમના સ્વજનોને ખોટ ખમવાની શક્તિ અર્પે એવી અભ્યર્થના સહ.

વડીલ, મિત્ર અને માર્ગદર્શક | કુન્દન વ્યાસ (12/08/2012)

જન્મભૂમિ પરિવાર એક વરિષ્ઠ અને શ્રેષ્ઠ સભ્યકવિતાના તંત્રી સુરેશભાઈ દલાલની અણધારી વિદાયની વેદના અને આઘાતની લાગણી અનુભવે છે. છેક 1963માં એમણેજન્મભૂમિમાં કેળવણી વિષયક કટારવિદ્યાવિકાસનો આરંભ કર્યો અને 1967માં જન્મભૂમિ પરિવારના દ્વૈમાસિકકવિતાના તંત્રીપદની જવાબદારી સ્વીકારીજે એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી નભાવી. 1971માંજન્મભૂમિ પ્રવાસીમાંમારી બારીએથીકટાર શરૂ કરી. સુરેશભાઈનીબારીકદી બંધ થઈ નથી અને વાચકો-ભાવકોને વિશેષ વાંચન પૂરું પાડ્યું છે. જીવન અને જગતને જોવાની આગવી દૃષ્ટિ એમણે આપી છે.

...

સુરેશભાઈ વિષે કહેવાય તેટલું ઓછું. ખરેખર મહેફિલના માણસ. જલસા કરોજલસા એવા શબ્દો સાંભળનારને આશીર્વાદ જેવા લાગે. જન્મભૂમિ પત્રોના વાચકો સાથે એમનો અતૂટ નાતો અને સેતુ બંધાઈ ગયો. જન્મભૂમિ પરિવારના તમામ પ્રસંગોને દીપાવવામાં એમનું આગવું યોગદાન રહ્યું છે. સુરેશભાઈ માત્ર કટાર લેખક કેકવિતાના તંત્રી નહોતા, અમારા વડીલ છતાં મિત્ર અને માર્ગદર્શક રહ્યા છે. એમણે નવોદિત કવિતાઓ અને લેખકોને પ્રોત્સાહિત કર્યા છે, તો નવી યુવાપેઢીને માતૃભાષાગુજરાતી તરફ આકર્ષ્યા છે. આપણી ભાષા જીવંત રાખવા માટે એમનું યોગદાન અનન્ય છે. ગુજરાતી કવિને એક નવો અવતાર એમણે આપ્યો છે. ‘ઇમેજપલ્બિકેશન્સમાં એમની કલ્પના એકેએક પ્રકાશનમાં ખીલી છે. એક પ્રકાશક મિત્રના શબ્દોમાં—‘અમે વર્ષોથી જે કરી શક્યા નહીં તે કામ સુરેશભાઈએ વીસ વર્ષમાં કરી બતાવ્યું છે!’

કારગિલ જંગ વખતે જન્મભૂમિ પત્રોમાં પ્રસિદ્ધ થયેલા તંત્રીલેખો પુસ્તકાકારે પ્રકાશિત કરવાનો નિર્ણય પણ સુરેશભાઈનો હતોઅને પછી પણ તંત્રીલેખનાં પુસ્તક પ્રસિદ્ધ કર્યાં તે બદલ લખનાર એમનો ઋણી છે. રાષ્ટ્રીય રાજકારણનો ઇતિહાસ લખોએવો એમનો આગ્રહઆદેશ સમાન હતો અને શિરોમાન્ય છેઅમલ થશે ત્યારે ગુરુ-દક્ષિણાઆપ્યાની ધન્યતા અનુભવાશે.

શ્રદ્ધાંજલિ | સૌરાષ્ટ્ર ટ્રસ્ટ–જન્મભૂમિ પરિવાર

કવિતાનો 270મો અંક સુરેશ દલાલને અર્પણ કરવો પડશે એવી કલ્પના નહોતી. ઑક્ટોબર, 1967માં કવિતાનો પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારથી આજ સુધીસતત 45 વર્ષ સુધીસુરેશભાઈ કવિતાના અંક ભાવકોને સતત અર્પણ કરતા રહ્યા છે. એક અનન્ય સાહિત્યિક ઘટના છે. કવિતામાં સુરેશભાઈએ ઊગતી પ્રતિભાનાં ઓવારણાં લીધાં છે અને આથમતા સૂર્યના આકાશના રંગોને પણ ઝીલ્યા છે. એમણે અનેક નવોદિત કવિઓને ઊડવા માટે આકાશ પૂરું પાડ્યું છે. વિશ્વભરની શ્રેષ્ઠ કૃતિઓને કવિતાના બાજોઠ પર બેસાડીને ગૌરવાંકિત કરી છે. સુરેશ દલાલની કાવ્ય-પ્રતિભા અને સંપાદનદૃષ્ટિ ચોક્કસ વર્તુળની મર્યાદામાં બંધાઈ નહોતી. સંપાદક પોતે પ્રતિભાશાળી કવિ હોવા છતાં એમણે ઊગતા કવિઓની પ્રતિભાને પોંખી છે.

કવિતાના આવા દૃષ્ટિવંત તંત્રીની અણધારી વિદાયથી જે ખાલીપો સર્જાયો છે તેની વેદના જન્મભૂમિ પરિવાર અનુભવે છે. કવિતા અને જન્મભૂમિ પત્રોના વાચક-ભાવકો અમારી વેદનામાં સહભાગી છે. સુરેશ દલાલઉઘાડી બારીના અને મહેફિલના માનવી હતા.

કવિતાને વિશ્વકક્ષાએ ઝડપથી પહોંચાડવા આજના ઇન્ટરનેટ યુગને અનુરૂપ વેબસાઈટ, આઇપેડ તથા આઇ-ફોન દ્વારા વ્યવસ્થા થઈ છે. સમાચાર સાંભળીને સુરેશ દલાલે જે આનંદ અને ઉમળકો વ્યક્ત કર્યો તેના સહભાગી થવાનું ગૌરવ અને સંતોષ જન્મભૂમિ પરિવારને છે. લગભગ પાંચ દાયકાની તંત્રી તરીકેની સતત સેવા બદલ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને કવિઓ તથા ચાહકો ઋણી રહેશે.

અંજલિ | Anonymous

સુરેશભાઈની ચિરવિદાય પછી અગણિત સ્વજનો અને મિત્રોની રૂબરૂ ઉપસ્થિતિ અને મૌખિક રીતે પ્રગટ થયેલાં ભાવો ઉપરાંત તા. 10-8-2012થી 30-9-2012 સુધી 500થી વધુ અંજલિ-લેખો, ઠરાવો, પત્રો, સંદેશાઓ વિવિધ સ્વરૂપે અનેક માધ્યમો દ્વારા મળ્યાઅખબારોટીવી વગેરે માધ્યમ દ્વારા પ્રકાશિત-પ્રદર્શિત થયા... તેમાંથી કેટલીક અંજલિઓક્યાંક પૂર્ણરૂપે, તો ક્યાંક અંશરૂપેઅહીં પ્રસ્તુત છે... અંતે, એકત્ર કરી શકાયેલા તમામ સંદેશાઓની યાદી પણ આપવામાં આવી છે. સરતચૂકથી યાદીમાં કોઈ નામ રહી ગયા હોય તો ક્ષમાપના...